Monthly budget tips : મહિને પૈસા બચાવી અને ખર્ચ ઓછો કરવાના આસાન ઉપાય

આજકાલ વધતી મોંઘવારી અને અનલિમિટેડ ખર્ચ વચ્ચે જો તમે monthly budget plan નથી કરતા તો મહિના ને અંતે ખીસા ખાલી થવા એ સામાન્ય બાબત છે. ઘણા લોકો મેહનત ખુબજ કરે છે. પણ બજેટ પ્લાનિંગ કર્યા વગર તેમના પૈસા ક્યાંક ને ક્યાંક waste થઈ જાય છે. માટે આજે આપણે આ આર્ટિકલ માં જાણીશું કે મહિના નું બજેટ કેમ બનાવું ક્યાં સરળ ઉપાય ને follow કરવા, આ કેવીરીતે આવક, ખર્ચ અને બચત ને balance કરી શકાય.


monthly budget plan


મહિના નું બજેટ કેમ જરૂરી છે?

  • પૈસા પર કંટ્રોલ - બજેટ તમને બતાવે છે કે તમારી આવક ક્યાં ખર્ચ થાય છે.
  • Emergency માટે તૈયારી - અચાનક દવાખાના નો ખર્ચ કે અન્ય ખર્ચ આવે ત્યારે બચત મદદ કરે છે.
  •  દેવું થવાની બચી શકાય - જો બજેટ સારું હોય તો Loan, EMI કે Bill સમયસર ચૂકવી શકાય છે.
  • future goals પુરા કરી શકાય - જેમકે ઘર ખરીદવું, ગાડી લેવી, બાળકો નું ભણતર કે પછી રીટાયરમેન્ટ, બધું જ budget discipline થી શક્ય છે


મહિના નું બજેટ બનાવવા માટે સરળ ટીપ્સ

  • આવક નો હિસાબ રાખો.

સૌથી પહેલા monthly income લખો - salary, side hustle, business profit વિગેરે.
Extra income જેવીકે bonus, freelance earning પણ add કરો.

  • ખર્ચ ને category માં વેચો

Fixed expenses - ઘર નું ભાડું, EMI, school fees, લાઇટ બિલ, પાણી નું બિલ વિગેરે.
Variable Expenses - કરિયાણું, ટ્રાન્સપોર્ટ, મનોરંજન વિગેરે.
Savings/Investment - SIP, FD, PPF, Insurance વિગેરે.

  • 50-30-20 Rule નો ઉપયોગ કરો

50% Income - જરૂરી ખર્ચા પર (ઘર, બિલ, EMI).
30% Income - lifestyle પર (shopping, બહાર ફરવુ, hobbies)
20% Income - savings અને investment પર

  • Cash vs UPI vs Card નો ઉપયોગ

રોજબરોજ નો નાનો ખર્ચ cash માં karo.
Online payment અને UPI થી માત્ર planned ખર્ચ karo.
Credit card નો ઉપયોગ ત્યારેજ કરવો જ્યારે દર મહિને full bill ભરી શકો.

  • બચત ને Expense સમજો

Salary આવતા જ 20% saving અલગ એકાઉન્ટ માં રાખી દો.
Emergency fund બનાવો જે ઓછા માં ઓછા 6 મહિના ના ખર્ચ ને કવર કરી શકે.


પૈસા બચત કરવા માટે સ્માર્ટ ટીપ્સ

  • Grocery અને Shopping પર કંટ્રોલ રાખો

Monthly list બનાવી bulk માં ખરીદી કરો.
Discount, cashback, અને coupons નો ઉપયોગ કરો.
Impulse buying (બિન જરૂરી ખરીદી) થી બચો.

  • Transport ખર્ચ ઓછો કરો

Car pooling કરો અથવા પબ્લિક ટ્રાન્સપોર્ટ નો ઉપયોગ કરો.
Fuel efficient બાઇક, કાર નો ઉપયોગ કરો.

  • Entertainment ને budget-friendly બનાવો.

દર અઠવાડિયે બહાર જમવા જવાનું ટાળો અને પ્લાન બનાવી મહિને 1-2 વાર જાવ.
OTT subscription શેર કરો.


લાઇટ, ફોન, પાણી, ગેસ ના બિલ ઓછા કરો

  • Unused appliances off કરો.
  • Energy saving bulb, appliances નો ઉપયોગ કરો.
  • વ્યક્તિદીઠ internet રિચાર્જ ટાળો અને Wi-Fi શેર કરો.
  • Water-saving techniques અપનાવો.


બજેટ ટ્રેક કરવા માટે Tools અને Apps

  • Walnut / ET Money - ખર્ચ ને auto-tracking કરવા માટે.
  • Google Sheets - મેન્યુઅલ બજેટ બનાવવા માટે.
  • Money Manager - income vs expense ને analyze કરવા માટે.


સામાન્ય ભૂલો જે બજેટ બનાવતી વખતે થાય છે

  • દરેક ખર્ચ લખવામાં આળસ.
  • Emergency fund ના બનાવું.
  • Lifestyle પર વધુ ખર્ચ અને saving ને ignore કરવું.
  • Credit card ઉપર વધારે ભરોસો કરવો.


મંથલી બજેટ નો લાંબાગાળે ફાયદો

  • ધીરે-ધીરે financial discipline બને છે.
  • Investment થી wealth creation થાય છે.
  • Future financial stress ઓછું થાય છે.
  • Dreams જેવાકે ઘર ખરીદવું, world tour કરવી, બાળકો નું ભણતર, આસાની થી possible થાય છે.


અંતમાં

જો તમે ખરેખર financially strong બનવા ઇચ્છો છો, તો મંથલી બજેટ બનાવું અને એનું પાલન કરવું જરૂરી છે. શરૂઆતમાં થોડું મુશ્કેલ લાગશે, પણ થોડા દિવસો માં આદત થઇ જશે. યાદરખો - "તમે જેટલા પૈસા control કરશો, એટલું જ પૈસા તમને freedom આપશે."