આજના સમયમાં દરેક વ્યક્તિ કોઈને કોઈ રૂપે Debt (કર્જ) ની સાંકળ માં જકડાયેલો જોવા મળે છે, પછી ભલે તે credit card ના bill, personal loan ke home loan ના હપ્તા હોય. આજના આ આર્ટીકલ માં આપણે જાણીશું debt management શું છે, તેના પ્રકાર, અને કેવી રીતે એક સફળ debt repayment plan બનાવી આપણા આગળ ના જીવન ને ચિંતા મુક્ત કરી શકીએ.
આ લેખ માં debt snowball, debt consolidation, budget planning જેવાં prectical પદ્ધતિ ને દર્શાવામાં આવી છે. આજનું આ આર્ટિકલ તમને માત્ર કર્જ માંથી બહાર નીકળવા માં જ નહીં પણ ભવિષ્ય માં ફરીવાર કર્જ ની સાંકળ માં ના ફસાવ તે માટે પણ મદદરૂપ થશે.
☀ Debt management શું છે. ?
Debt management એક financial planning નો એક એવો ભાગ છે, જેના દ્વારા વ્યક્તિ પોતાના બધા કર્જ ( Home Loan, Car Loan, Credit Card, EMIs ) ને વ્યવસ્થિત ગોઠવીને એક એવો પ્લાન તૈયાર કરે છે જેનાથી જીવનમાં આર્થિક સ્થિતિ યોગ્ય રહે અને વ્યાજ નો ભાર ઓછો થાય.Debt management નો મુખ્ય ઉદેશ્ય
- EMIs માં Default ના થાય
- Credit Score સારો થાય
- આર્થિક સ્થિરતા રહે
- જીવન ચિંતા મુક્ત રહે
☀ કર્જ નું વિશ્લેષણ કરવું.
કર્જ વિશ્લેષણ નું પ્રથમ પગલું છે - કુલ કર્જ કેટલો તેની જાણકારી.
એક લિસ્ટ બનાવો જેમાં બધા કર્જ ની માહિતી લખો.
☀ બજેટ બનાવો.
બજેટ એ debt management planing નો પાયો છે.
સૌથી પહેલા મહિના ના ખર્ચ ને ત્રણ ભાગ માં વહેંચો.
- જરૂરી ખર્ચ - કરિયાણું, લાઇટ બિલ, મકાન ભાડું, મોબાઈલ રિચાર્જ, EMI વિગેરે.
- મનોરંજન ખર્ચ - ફરવા જવું, શોપિંગ, રેસ્ટોરન્ટ, મૂવી, વિગેરે.
- બચત - investment, emergency fund, વિગેરે.
☀ Debt Repayment ની પધ્ધતિઓ
Debt repayment માટેની મુખ્ય બે પધ્ધતિ છે.
- Debt Snowball Method
- Debt Avalanche Method
બંને માંથી જે પધ્ધતિ તમને અનુકુળ અને સુવિધાજનક લાગે તેને અપનાવો.
☀ Debt Consolidation
Debt Consolidation નો મતલબ છે અલગ અલગ નાના કર્જ જોડી ને એક મોટી રકમ નો કર્જ લેવો અને નાના કર્જ સમાપ્ત કરવા. જેનાથી તમારે માત્ર એક EMI દેવી પડશે અને ઓછા વ્યાજદર પર repayment આસાન થઈ જાય છે.
ધ્યાન રાખજો : નવી લોન લેતા સમયે processing fees ane hidden charges ચેક જરૂર કરવું.
☀ Pay More Than Minimum Payment
Credit Card નું payment કરતી વખતે Minimum Payment ભરવાની ભૂલ ના કરવી જોઇએ, Minimum Payment કરવાથી વ્યાજ ઘણું વધી જાય છે. શક્ય હોય ત્યાં સુધી પૂરું Payment કરવું જેનાથી કર્જ જલ્દી પૂરું થાય.☀ નવા કર્જ થી બચો
જ્યાં સુધી જૂના કર્જ પુરા ના થાય, ત્યાં સુધી નવી લોન લેવાથી બચવું જોઈએ.- Buy Now, Pay Later જેવી યોજનાઓ મુશકેલીઓ ઊભી કરી શકે છે.
- Credit Card નો માત્ર જરૂરત ના સમયે જ કરવાની આદત બનાવો.
☀ Emergency Fund તૈયાર કરો
અચાનક નોકરી માં મુશ્કેલી આવી જાય, બીમારી, આર્થિક સંકટ જેવી પરિસ્થિતિ કોઇપણ વ્યક્તિને હચમચાવી નાખે છે. માટે ઓછા માં ઓછા 3-6 મહિના ચાલે એટલું fund બનાવી રાખો, જેથી વિકટ પરિસ્થિતિ માં તમારે નવી લોન નહીં લેવી પડે.☀ Credit Score સુધારો
તમારો Credit Score નક્કી કરે છે, કે ભવિષ્ય માં તમને કેટલી લોન આસાની થી મળી શકશે.Credit Score વધારવા માટે ના ઉપાયો :
- EMI અને Credit Card Bill સમયસર ભરો.
- Credit Utilization 30% થી નીચે રાખો.
- બિનજરૂરી લોન Enquiries ના કરો.
- જૂના એકાઉન્ટ બંધ ના કરો, એ લાંબી credit history બતાવે છે.
☀ Professional Help લેતાં રહો
જ્યારે કર્જ વધારે થાય ગયો હોય, તો Credit Counsellor અથવા Debt Management Agency ની મદદ લેવી જોઈએ, એ તમને તમારી સ્થિતિ ચેક કરી કારગર Debt Management Plan (DMP) બનાવી આપે છે, જેમાં loan આપનાર પાસેથી વ્યાજ કેમ ઘટાડી શકાય એ પણ દર્શાવામાં આવે છે.☀ Financial Discipline
કર્જ થી બહાર નિકળવું એ માત્ર પૈસા માટેજ નહીં પણ માનસિક અનુશાસન માટે પણ જરૂરી છે.- દરેક ખર્ચ સમજી વિચારી ને કરવો.
- બિનજરૂરી ખર્ચ થી દૂર રહેવું.
- પરિવાર સાથે બજેટ પર ચર્ચા કરવી.
- દર મહિને તમારી પ્રગતિ તપાસવી.
☀ સામાન્ય ભૂલો જે લોકો કરે છે
- ફક્ત Minimum Payment ભરવું.
- નવી Offer જોઈને નવી Loan લઈ લેવી.
- EMI ભરવામાં મોડું કરવું.
- કોઈ લેખિત બજેટ ના બનાવું.
- બીજા સાથે Comparison કરવી.
☀ ભારત માં Debt Management નો પડકાર
ભારત માં અનેક લોકો પાસે financial Education ની કમી છે. લોકો loan લેવાને smart life સમજે છે, પણ આની અસર Credit Score અને તમારી બચત પર પડે છે.
વધતા EMI Culture ane 0% EMI Offer એ લોકો ના વિચાર બદલી નાખ્યા છે, પણ આ ધીરે ધીરે કર્જ ની જાળ માં બદલાય શકે છે.☀ Technology નો ઉપયોગ કરો
આજે અનેક Debt Management App છે જેવીકે :- CRED
- Walnut
- Money Manager
- ET Money
☀ ભવિષ્ય માટે તૈયારી કરો
જ્યારે તમારું કર્જ પૂરું થઈ જાય ત્યારે પણ આ આદત શરૂ રાખો:- EMI ની રકમ Investment માં લગાવો.
- SIP, Mutual Funds, કે Fixed Deposit માં રોકાણ કરો.
- Emergency Fund ને વધુ મજબૂત કરો.
- હંમેશા ખર્ચ પેલા બચત કરો.
☀ નિષ્કર્ષ:
કર્જ એ જીવન નું અંત નથી, આ એક આર્થિક જવાબદારી છે. Debt Management ની સાચી રીત અપનાવી તમે માત્ર કર્જ નથી ચૂકવતા પણ સ્થિર અને ચિંતામુક્ત આર્થિક ભવિષ્ય નું નિર્માણ કરો છો.☀ યાદ રાખો:
- કર્જ થી આઝાદી એક રાત માં નથી મળતી, પણ સાચા આયોજન થી જરૂર મળે છે.
આજથી જ તમારું financial planning કરો, એક મજબૂત બજેટ બનાવો, અને ધીરે ધીરે તમારા જીવન ને કાર્જમુકત બનાવો.
અને હા, આજનો આ આર્ટિકલ તમને કેવો લાગ્યો એ અમને જરૂરથી જણાવશો, સાથે તમારા મિત્રોને પણ શેર કરજો.
🙏આભાર

